હિન્દુ ધર્મમાં માસિક શિવરાત્રીનું ખૂબ મહત્વ છે. હિન્દુ પંચાંગ મુજબ, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રી આવે છે અને આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાથી બધા દુ:ખ અને મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપરાંત, આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોને ઇચ્છિત લાભ પણ મળે છે.
જણાવી દઈએ કે વર્ષ 2025 ની પહેલી માસિક શિવરાત્રી 27 જાન્યુઆરી, સોમવારના રોજ છે. પોષ વદ ચૌદશ તિથિ આજે રાત્રે 8 વાગીને 34 મિનિટથી શરૂ થશે. આવી સ્થિતિમાં, આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે કારણ કે સોમવારને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે માસિક શિવરાત્રીના દિવસે પૂજા ઉપરાંત કેટલાક જ્યોતિષીય ઉપાયો કરો છો, તો તમને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો એ ઉપાયો વિશે જાણીએ.
1. માસિક શિવરાત્રીના દિવસે, ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી મનને શાંતિ અને આધ્યાત્મિક શક્તિ મળે છે. આ ઉપરાંત આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરો. સાંજે, ભગવાન શિવને ભોગ ધરાવ્યા બાદ પ્રસાદ ગ્રહણ કરો. આમ કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે.
2. માસિક શિવરાત્રીના દિવસે, શિવલિંગ પર ગંગાજળ, દૂધ, દહીં, મધ, ઘી વગેરેનો અભિષેક કરો. પછી બીલીપત્ર, ભાંગ અને ધતુરો અર્પણ કરો. દીવો પ્રગટાવો અને ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો. આ દિવસે ગરીબોને ભોજન અને કપડાંનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.
3. તમારી શુભ મનોકામનાની પૂર્તિ માટે તમારી મનોકામના કાગળ પર લખો અને તેને લાલ કપડામાં બાંધો અને પછી તેને વહેતા પાણીમાં પધરાવી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભક્તની દરેક શુભ મનોકામના પૂર્ણ થાય છે.
4. જો તમારા કામ પૂરા થાય તે પહેલાં જ બગડી જાય છે અથવા અચાનક તમારા કામમાં અવરોધો આવે છે, તો માસિક શિવરાત્રીના દિવસે, તમારે શિવ મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને સફેદ ચંદનથી શિવલિંગ પર ‘ૐ’ લખવું જોઈએ. ઉપરાંત, મહાદેવજીને કોડી અર્પણ કરો અને પૂજા પછી, તે કોડીને લઈને તમારી તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારું કાર્ય પૂર્ણ થઈ શકે છે.
મિત્રો, માસિક શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવજીના આશીર્વાદ મેળવવા માટે, ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને શિવલિંગનો અભિષેક કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને મનની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત, શિવરાત્રીની રાત્રે જાગરણ કરીને શિવ મંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે.
ડિસ્ક્લેમર : આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.