મિત્રો, આ મહાશિવરાત્રી પર દરેક ભક્ત કરાવી શકશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા. સોમનાથ મંદિર દ્વારા આ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં ભક્તો વતી સોમનાથ મંદિરના પંડિતજી બિલ્વ પૂજા કરશે જેની લાઈવ લિંક પણ ભક્તોને દર્શન માટે મોકલવામાં આવશે. અને ભક્તોએ આપેલા સરનામા પર પ્રસાદમાં નમન-ભસ્મ, બીલીપત્ર અને રુદ્રાક્ષ પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવશે.
2023-2024 માં લાખો શ્રદ્ધાળુઓએ આ બિલ્વ પૂજા કરાવીને જ્યોતિર્લિંગ બિલ્વ પૂજાના પુણ્યની સાથે પ્રસાદ પણ પ્રાપ્ત કર્યો હતો. જણાવી દઈએ કે આ વર્ષે નમન-ભસ્મ ઉમેરવામાં આવી છે. વર્ષ 2024 માં નમન-ભસ્મ ઘરે મોકલવામાં આવી નહોતી કારણ કે એ સુવિધા એ વર્ષે ઉપલબ્ધ નહોતી.
જણાવી દઈએ કે આ પૂજાની આર્થિક સેવા માત્ર 25 રૂપિયા છે. જે તમે મોબાઈલ, કમ્પ્યુટર અને લેપટોપથી ઓનલાઇન ચૂકવી શકો છો. આ પ્રક્રિયા કરવામાં ફક્ત 2 મિનિટનો સમય થશે. તો આવો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણી લઈએ. તમે ફોટા દ્વારા પણ સંપૂર્ણ પ્રોસેસ જાણી શકો છો.
સ્ટેપ 1 : સૌથી પહેલા તમારા મોબાઈલ, કમ્પ્યુટર અથવા લેપટોપના બ્રાઉઝરમાં અથવા ગુગલમાં somnath લખી સર્ચ કરો. એટલે સૌથી પહેલી સોમનાથ ટ્રસ્ટની ઓફિસિયલ વેબસાઈટ આવશે એના પર ક્લિક કરી એ વેબસાઈટ ખોલો. અથવા બ્રાઉઝરના એડ્રેસબારમાં somnath .(ડોટ) org લખો એટલે ડાયરેક્ટ વેબસાઈટ ખુલી જશે. નીચેના ફોટામાં તમે એનું પ્રિવ્યુ જોઈ શકશો.
ફોટો 1 :
સ્ટેપ 2 : વેબસાઈટ પર જમણી તરફ નીચેના કોર્નરમાં કેસરી રંગના વર્તુળમાં શિવલિંગ અને બીલીપત્રનો ફોટો દેખાશે. ત્યાં “click here to book special bilva pooja” લખ્યું હશે. તે ફોટા પર ક્લિક કરો. નીચેના ફોટામાં એરો દ્વારા તે દર્શાવવામાં આવ્યું છે.
ફોટો 2 :
સ્ટેપ 3 : હવે જે પેજ ખુલે તેમાં તમને પૂજાનું નામ અને સેવાની રકમ દેખાશે. અહીં તમે 1 થી લઈને 12 યજમાન પસંદ કરી શકો છો. પ્રત્યેક યજમાન દીઠ 25 રૂપિયા રકમ ભરવાની રહેશે. ડિફોલ્ટ 1 યજમાન હશે એટલે તમે “Pay 25” લખ્યું હશે તેના પર ક્લિક કરો. જો તમારે વધારે યજમાન પસન્દ કરવા હોય તો કરી શકો છો. 2 યજમાન કરશો તો 50 રૂપિયા ભરવાના રહેશે. એ રીતે 12 યજમાન સુધી રકમ 300 રૂપિયા થશે. નીચેના ફોટાઓમાં એ જોઈ શકશો.
ફોટો 3 :
ફોટો 4 :
ફોટો 5 :
સ્ટેપ 4 : “Pay” પર ક્લિક કાર્ય પછી જે પેજ ખુલે તેમાં તમારી વિગત ભરો. સૌથી પહેલા ખાનામાં Yajman Name માં તમારું નામ લખો. પછીના બીજા ખાનામાં તમારો મોબાઈલ નંબર લખો. ત્રીજા ખાનામાં તમારું ઈમેલ લખો. ચોથા ખાનામાં તમારું સરનામું લખો. પાંચમા ખાનામાં રાજ્ય સિલેક્ટ કરો અને છઠ્ઠા ખાનામાં શહેર સિલેક્ટ કરો. સાતમા ખાનામાં પીનકોડ લખો અને આઠમા ખાનામાં કેપ્ચા (captcha) નાખો જે ત્યાં બાજુમાં જ તમને દેખાશે.
ફોટો 6 :
નોંધ : રાજ્ય, શહેર અને પીનકોડ સિલેક્ટ કરવામાં થોડી રાહ જોવી પડી શકે છે. સર્વર સ્પીડ સ્લો હોય ત્યારે ત્યાં તમને તમારા શહેરનું નામ અને પીનકોડ ન દેખાય એવું થઈ શકે છે. તો થોડી ધીરજ રાખવી.
અહીં તમને “બધી પૂજા માટે ફક્ત એક જ નમન-ભસ્મ મોકલશો.” અને “બધી પૂજા માટે નમન-ભસ્મ મોકલશો.” એવા બે વિકલ્પ આપવામાં આવશે. તમે તમારી ઈચ્છા પ્રમાણે એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો. (નોંધ : અમારી ધારણા પ્રમાણે ઉદાહરણ તરીકે જો કોઈ ભક્ત 5 યજમાન પસંદ કરે છે, તો પહેલો વિકલ્પ પસંદ કરવા પર એક જ યજમાનની નમન-ભસ્મ મોકલવામાં આવશે. અને બીજો વિકલ્પ પસન્દ કરવા પર 5 યજમાનોની નમન-ભસ્મ મોકલવામાં આવશે. આ અમારી ધારણા છે, અંતિમ નિર્ણય તો સોમનાથ ટ્રસ્ટનો જે નિર્ણય હશે એ જ રહેશે.) હવે “Submit” પર ક્લિક કરો.
ફોટો 7 :
ફોટો 8 :
સ્ટેપ 5 : “Submit” પર ક્લિક કરવા પર પેમેન્ટનું પેજ ખુલશે. તમે UPI, QR, ATM ડેબિટ / ક્રેડિટ કાર્ડથી અથવા નેટબેન્કિંગ અથવા વોલેટથી પેમેન્ટ કરી શકશો. અહીં અમે QR કોડથી પેમેન્ટ કર્યું છે. કોઈ પણ એક વિકલ્પ સિલેક્ટ કરો અને માંગેલી માહિતી આપો. પછી “Pay” ઓપશન સિલેક્ટ કરો. અમે QR પસન્દ કર્યું છે એટલે અમને QR કોડ દેખાડ્યો જેને સ્કેન કરી અમે પેમેન્ટ કર્યું છે.
ફોટો 9 :
તમે પેમેન્ટ કરશો પછી તમારી તમામ વિગતો વાળી રસીદ દેખાશે. તેનો સ્ક્રીનશોટ પાડી લો અથવા ફોનથી ફોટો પાડી લો. આટલું કરશો એટલે તમારું બુકીંગ થઈ જશે. થોડીવારમાં રસીદ તમારા ઈમેલ પર પણ આવશે, એટલે સ્ક્રીનશોટ નહીં લો તો પણ ચાલશે. જો ઈ-મેલ ઈનબોક્સમાં નહિ દેખાય તો spam ફોલ્ડરમાં ચેક કરજો ત્યાં હશે.
ફોટો 10 :
તો ફટાફટ આ પૂજા બુક કરી દો. અને આ લેખને શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી તેઓ પણ આ ખાસ પૂજાનો લાભ અને પ્રસાદ મેળવી શકે.
How to book Somnath special bilva pooja, Somnath special bilva pooja booking process