આ વખતે 152 વર્ષ પછી મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિઓનો શરુ થવાનો છે સારો સમય । Mahashivratri Rashifal

152 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, મહાશિવરાત્રીથી આ રાશિઓનો સારો સમય શરુ થશે

મિત્રો, મહાશિવરાત્રીનો દિવસ એટલે ખૂબ જ ખાસ દિવસ. આ દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાની પરંપરા છે. અને આ દિવસે ભક્તો વ્રત પણ રાખે છે. એ તો આપણે જાણીએ છીએ કે મહાશિવરાત્રીનું પર્વ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે ચૌદશ તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી તારીખ 26 ફેબ્રુઆરી 2025, બુધવારના રોજ છે. જ્યોતિષના જાણકારોના જણાવ્યા અનુસાર આ દિવસે એક ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે, જેના કારણે અમુક રાશિઓને ભગવાન શિવની વિશેષ કૃપા મળી શકે છે.

જ્યોતિષીઓ પાસેથી મળતી માહિતી અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે ગ્રહોની સ્થિતિ એકદમ અલગ રહેવાની છે. એ પ્રમાણે ધનનો દાતા શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે, જેના કારણે માલવ્ય રાજયોગની રચના થઈ રહી છે. આ સાથે, શુક્ર મીન રાશિમાં રાહુ સાથે જોડી બનાવી રહ્યો છે. તેમજ કુંભ રાશિમાં સૂર્ય અને શનિની જોડી બની રહી છે. પિતા અને પુત્રની આ જોડીથી ઘણી રાશિઓને ફાયદો થશે.

આ ઉપરાંત, બુધ પણ કુંભ રાશિમાં હાજર છે, જેના કારણે આ ત્રણ ગ્રહોની જોડી ત્રિગ્રહી યોગનું નિર્માણ કરી રહી છે, સૂર્ય અને બુધની જોડી બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહી છે, અને શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોવાથી શશ રાજયોગ બની રહ્યો છે.

આ પહેલા આવો સંયોગ વર્ષ 1873 માં બન્યો હતો અને હવે લગભગ 152 વર્ષ પછી 2025 માં આવો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ ઉપરાંત, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. તો આવો જાણીએ કે એ કઈ રાશિઓ છે જેના પર ભગવાન શિવની કૃપા વરસશે.

પહેલી રાશિ છે મિથુન રાશિ.

આ રાશિના લોકો માટે મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આ રાશિના દસમા ઘરમાં શુક્ર અને નવમા ઘરમાં સૂર્ય, બુધ અને શનિ હાજર હશે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે. ઘણા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. આ સાથે, સંપત્તિ અને સમૃદ્ધિમાં ઝડપથી વધારો થઈ શકે છે.

આ રાશિના લોકો માટે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ હોઈ શકે છે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. આ સાથે, તમને વિદેશમાં કારકિર્દી માટે ઘણી સારી ઓફરો મળી શકે છે. વ્યાવસાયિક જીવન ખૂબ સારું રહેશે. આ સાથે, તમને કાર્યસ્થળમાં સારા લાભ મળી શકે છે. તમને ઈન્સેન્ટિવ અને અન્ય કોઈ લાભ મળી શકે છે. તમને વ્યવસાયમાં પણ મોટો નફો મળી શકે છે.

બીજી રાશિ જેને ફાયદો થવાનો છે એ છે સિંહ રાશિ.

આ રાશિવાળાને બુધાદિત્ય યોગ, માલવ્ય રાજયોગ અને ત્રિગ્રહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે. સમાજમાં તેમનું માન-સન્માન વધી શકે છે. આ રાશિના સોશિયલ મીડિયા, કલા, ફિલ્મ, ટેલિવિઝન, મીડિયા, બેંકિંગ, વીમા, મહેસૂલ વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને મોટો ફાયદો મળી શકે છે.

પરિવાર સાથે તમારો સમય સારો પસાર થશે. નોકરી અને વ્યવસાયમાં તમને અપાર સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા કાર્ય દ્વારા તમે તમારા વરિષ્ઠ અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરી શકો છો. આવી સ્થિતિમાં, તમારી મહેનત રંગ લાવશે. પરિણામે પ્રમોશનની સાથે પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. જીવનમાં સુખ અને શાંતિ જળવાયેલી રહેશે.

હવે આપણે મહાશિવરાત્રીથી જેને ફાયદો થવાનો છે એવી ત્રીજી રાશિ વિશે જાણીએ. એ રાશિ છે મેષ રાશિ.

આ રાશિમાં સૂર્ય, બુધ અને શનિ અગિયારમા ઘર(ભાવ)માં રહેશે. આ સાથે, શુક્ર બારમા ઘરમાં રહેશે. આવી સ્થિતિમાં, મહાશિવરાત્રીનો દિવસ આ રાશિના લોકો માટે પ્રગતિની સાથે ઘણી તકો પણ લાવી શકે છે. કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે. આ સાથે, તમારા ઉત્તમ કાર્યને જોઈને, તમને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.

આ વર્ષની મહાશિવરાત્રી આ રાશિના કુંવારા લોકો માટે ખૂબ સારી કહી શકાય. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. આ સાથે, પરિણીત લોકોના વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

ડિસ્ક્લેમર : આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top