વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો ક્યારેક-ક્યારેક એક જ મહિનામાં બે વખત પોતાની ચાલ બદલે છે, જેનો દરેક 12 રાશિઓ પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 3 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 1 વાગ્યેને 56 મિનિટે મંગળ કર્ક રાશિમાં ગોચર કરશે. તેમજ 12 એપ્રિલ, 2025 ના રોજ સવારે 6 વાગ્યેને 32 મિનિટે મંગળ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન, મંગળ બે વખત પોતાની ચાલ બદલશે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને તેમની ધન-સંપત્તિમાં ભારે વધારો થઈ શકે છે. ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
(1) કર્ક રાશિ :
કર્ક રાશિના લોકો માટે મંગળનું ડબલ ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે. આ ગોચરના કારણે હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘર-પરિવારમાં સુખ અને શાંતિ બની રહેશે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ વધશે. જો તમે કોઈ નવા વ્યવસાયની યોજના અથવા રોકાણ વિશે વિચારી રહ્યા છો, તો આ સમય સારો સાબિત થઇ શકે છે. આ સમય દરમિયાન તમે સમાજમાં લોકપ્રિય થશો અને માન-સન્માન મેળવશો.
(2) કન્યા રાશિ :
કન્યા રાશિના લોકો માટે મંગળનું ડબલ ગોચર આર્થિક રીતે ખૂબ જ શુભ રહેશે. મંગળ તમારી રાશિમાં આવક અને લાભ ભાવમાં ગોચર કરશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. નોકરી કરતા લોકોને સારો લાભ મળશે. આ સમય વેપારીઓ માટે પણ ફાયદાકારક રહેશે. આ સમયગાળા દરમિયાન, જુના રોકાણથી સારો લાભ મળી શકે છે.
(3) તુલા રાશિ :
તુલા રાશિના લોકો માટે મંગળનું ગોચર કરિયર અને વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિ લાવશે. આ ગોચર તમારી રાશિના કરિયર અને વ્યવસાયિક ભાવમાં થશે, જે વ્યાવસાયિક પ્રગતિનો સંકેત આપે છે. આ સમય દરમિયાન, તમારા વ્યવસાયમાં નવા સોદા અને ભાગીદારી થઈ શકે છે, જે જબરદસ્ત લાભ આપશે. આ ગોચરના પ્રભાવથી માનસિક સ્થિરતા આવશે અને આત્મવિશ્વાસ વધશે. નોકરી શોધી રહેલા લોકોને સારી તકો મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે. જૂના દેવાથી મુક્તિ મળવાની પણ શક્યતા છે.
ડિસ્ક્લેમર : આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષીઓએ જણાવેલ જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.
આ લેખને લાઈક અને શેર જરૂર કરજો.